ફેક ન્યૂઝ રોકવા માટે WhatsAppની કરો મદદ, બેસ્ટ રિસર્ચને મળશે 34 લાખનું ઇનામ

ફેક ન્યૂઝ રોકવા માટે Whats App ની કરો મદદ, બેસ્ટ રિસર્ચને મળશે 34 લાખનું ઇનામ


જે લોકોએ PhD કરી હશે તેમની એપ્લિકેશનનો સ્વીકાર કરવામાં આવશે
  • યુટિલિટી ડેસ્ક​: 
    કંપનીએ આપી જાણકારી
    * સરકાર તરફથી ચેતવણી મળ્યા બાદ વોટ્સએપ ફેક અને અફવાદ ફેલાવતા ન્યૂઝને રોકવા માટે અલર્ટ થઇ લઇ છે.
    * કંપનીના સ્પોકપર્સને જણાવ્યું કે, તે દરેક વોટ્સએપ યુઝરની સુરક્ષા માટે ગંભીર છે. તેના માટે તે લોકોને ભેગા કરી આવા સમાચારો પર રોક લગાવવા માંગે છે.
    * નવા પ્રોજેક્ટ દ્રારા ભારતના મોટા શૈક્ષિક જાણકારોને સાથે જોડીને તે જાણકારી લઇ રહ્યા છીએ કે, ખરેખરમાં કેવી રીતે ખોટી જાણકારીને ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ફેલાવવામાં આવે છે.
    * આ રિચર્સની મદદથી યુઝરને ફેફ ન્યૂઝ અને ખોડી જાણકારીઓ શેર કરવાથી રોકી શકાય છે.
    આ દેશના લોકોની પ્રાધાન્યતા
    * કંપનીએ જણાવ્યું કે, ભારત, બ્રાઝિલ, મેક્સિકો અને આ પ્રકારના તેવા દેશોમાં કરવામાં આવેલી શોધને પ્રાધાન્યતા આપવામાં આવશે, જ્યાં વોટ્સએપનો વધારે યુઝ થાય છે.
    * એવા લોકો જેમને PhD કરી હોય તેમની એપ્લિકેશનનો સ્વીકાર કરવામાં આવશે, પણ જેની પાસે PhDની ડિગ્રી નહીં હોય તેમની એપ્લિકેશનની સમીક્ષા પણ કરવામાં આવશે.
    12 ઓગસ્ટ સુધી સ્વીકારાશે એપ્લિકેશન

    એપ્લિકેશન જમા કરાવવાની લાસ્ટ ડેટ 12 ઓગસ્ટ 2018 છે. સિલેક્શનની જાણકારે 14 સપ્ટેમ્બર 2018 સુધી ઇમેલ દ્વારા આપવામાં આવશે. ત્યારબાદ સિલેક્ટ થયેલા લોકોને બે વર્કશોપ દ્વારા જણાવવામાં આવશે કે વોટ્સએપ કેવી રીતે કામ કરે છે અને તેનો ફોક્સ એરિયા શું છે.
  • વોટ્સએપે ફેક અને અફવાહ ફેલાવતા ન્યૂઝને રોકવા માટે એક મોટું એલાન કર્યુ છે. કંપનીએ જણાવ્યું કે, આ પ્રકારના ન્યૂઝ પર એક્સપર્ટ રિસર્ચ કરી આપનારને 34 લાખ રૂપિયાનું રિવાર્ડ મળશે. એટલે કે, તમે પણ આ રિસર્ચ પાર્ટમાં સામિલ થઇ 34 લાખ રૂપિયાનું ઇનામ જીતી શકો છો. તેના માટે તમારે એપ્લિકેશન મોકવાની રહેશે. જણાવવા માંગીશું કે, ફેક ન્યૂઝના કારણ દેશમાં અનેક લોકોની હત્યા કરી દેવામાં આવી છે. સરકારે પણ વોટ્સએપને ચેતવણી આપતા આ પ્રકારના ખતરાઓને રોકવા માટે જણાવ્યું છે.

Comments