- Get link
- X
- Other Apps
2999 રૂપિયામાં બ્લેકબેરી જેવો લૂક આપશે JioPhone 2, મળશે ક્વેર્ટી કીપેડ સહિતના 5 દમદાર ફીચર્સ
ગેજેટ ડેસ્કઃ
JioPhone 2ના પાંચ ખાસ ફીચર્સ4-વે નેવિગેશન બટન સાથે QWERTY કીપેડઃજિયોફોન 2નું સૌથી ખાસ પાસું તેનું QWERTY કીપેડ છે. આ કીપેડ JioPhone 2નો લૂક જૂના બ્લેકબેરી ફોન જેવો બનાવે છે. જિયોની જાહેરાત અનુસાર, ફેસબુક, વોટ્સએપ અને યૂટ્યૂબ પણ જિયો ફોનમાં ચાલશે. આમ, વોટ્સએપ અને ફેસબુકમાં ચેટિંગ માટે ક્વેર્ટી કીપેડ યુઝફુલ બનશે. ફોનમાં નેવિગેશન માટે 4-વે બટન પણ છે.ડ્યુઅલ સિમ સપોર્ટઃ જિયોફોન 2માં ડ્યુઅલ સિમ સપોર્ટ મળશે. અગાઉના જિયોફોનમાં સિંગલ સિમ સ્લોટ હતો.એપ સ્ટોરઃ સામાન્ય રીતે ફીચર ફોન્સમાં એપ સપોર્ટ નથી મળતો, પરંતુ જિયોફોન 2માં એપ સ્ટોર આપવામાં આવ્યો છે. અહીં યૂઝર્સ ફેસબુક, વોટ્સએપ અને યૂટ્યૂબ જેવી પોપ્યુલર એપ્સ ડાઉનલોડ કરી શકશે. રિલાયન્સની જાહેરાત અનુસાર, 15 ઓગસ્ટથી જૂનો જિયોફોન પણ આ પોપ્યુલર એપ્સને સપોર્ટ કરશે.
4G VoLTE + VoWiFi: જિયો ફોન2 4G LTE અને 4G VoLTE સપોર્ટ સાથે આવે છે. 4G LTE નેટવર્ક પર એચડી વોઇસ કોલ કરી શકાય છે. નવો જિયોફોન 2 વોઇસ ઓવર વાઇફાઇ સપોર્ટ સાથે આવે છે. જેને કારણે વાઇફાઇ દ્વારા ફોન કોલ કરી શકાય છે.લાંબી બેટરી લાઇફઃ જિયોફોન 2 એક સ્માર્ટ ફીચર ફોન છે, જો કે, તેમાં સ્માર્ટફોનના તમામ ફીચર નથી મળતા. અર્થાત્ એક સમાર્ટફોનની સરખામણીમાં વધારે સારી બેટરી લાઇફ મળશે. 2000 mAhની બેટરી સાથે રિલાયન્સ જિયોનો દાવો છે કે આ ફોનમાં 360 કલાકનો સ્ટેન્ડબાય મળશે.- રિલાયન્સ જિયોએ 41મી જનરલ મીટિંગમાં JioPhone 2 લોન્ચ કર્યો. વર્તમાન જિયોફોન યૂઝર્સ માત્ર 501 રૂપિયા અને જૂનો જિયોફોન જમા કરીને JioPhone 2 મેળવી શકશે. તે સિવાય અન્ય લોકો 15 ઓગસ્ટથી 2999 રૂપિયા આપીને JioPhone 2 ખરીદી શકશે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment